New Update
-
અંકલેશ્વર જીઆઇડીસીમાં ચોરીનો બનાવ
-
લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટકયા
-
રૂપિયા 80 હજારની ચોરી
-
ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
-
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા રૂપિયા 80 હજારની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તસ્કરોને તરખાટ જોવા મળી રહ્યો છે મકાનો અને દુકાન બાદ હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અંકલેશ્વર જીઆઇડીસીમાં ગાર્ડન સીટી રોડ પર આવેલ લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા 80 હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા ૮૦ હજાર એડમીન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં 2 અજાણ્યા ઈસમો એડમીન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે.શાળા સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગસ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે. શાળાના ક્લાર્ક ભરત સોનવણેની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
Latest Stories