અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોની બોલવા-સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિર યોજાય

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા આયોજન

  • બાળકોની પરીક્ષણ શિબિર યોજાય

  • બોલવા-સાંભળવાની ક્ષમતા અંગેનું પરીક્ષણ

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની  સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોની બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓમકાર સ્પીચ ક્લીનિકના ડોક્ટર દેવાંગી પટેલે સેવા આપી હતીમ પ્રજ્ઞા કાઉન્સિલિંગ સેન્ટર ખાતે આયોજિત શિબિરમાં બાળકોની બોલવા અને સાંભળવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘણા બાળકોને નાનપણથી જ બોલવા અને સાંભળવાની તકલીફ હોય છે જે અંગેનું પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન વાલીઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓમકાર ગ્રુપના હસમુખભાઈ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશભાઈ પટેલ, અલ્કેશભાઇ, ભાવિશાબહેન અને ભુપતભાઈ સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories