New Update
/connect-gujarat/media/media_files/2025/02/14/27ibfamdXImzX5MBAZxG.png)
અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર આંટા ફેરા કરતી ઇક્કો કારમાં સવાર બે ઈસમોને અટકાવતા બંને ઈસમોએ સિક્યુરીટી ગાર્ડને માર માર્યો હતો
આલુંજ ગામની સીમમાં એલ એન્ડ ટી કોલોની ખાતે રહેતા દેવકુમાર દયારામ યાદવ અને અન્ય સિક્યુરીટી ગાર્ડ અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર નોકરી પર હતા તે દરમિયાન મધરાતે એક ઇક્કો કારમાં સવાર બે ઈસમો આંટા ફેરા કરતા હતા જેઓની કાર અટકાવી સિક્યુરીટી ગાર્ડએ તમે કેમ અહિયાં કેમ આંટો ફેરો મારો છો તેમ કહેતા ઇક્કોના ડ્રાઈવરે બુલેટ ટ્રેનના મટીરીયલમાં તેની ગાડી રીવર્સમાં ફસાઈ હોવાનું કહી તમારે ધક્કો મારવો છે કે નહિ કહી બંને ઈસમોએ અપશબ્દો ઉચ્ચારી સ્ટીલના બોટલ વડે માર મારી કોઈને ફોન કે જાણ કરશો તો જાનથી મારી નાખીશું કહી જતા રહ્યા હતા.મારામારી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.