New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન કરાયું
સેમિનારનું આયોજન કરાયું
ઇ.એસ.આઈ.સી.અંગેની માહિતી અપાય
ઉદ્યોગોના પ્રતિનિધિઓએ આપી હાજરી
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાની માહિતી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો, પ્રક્રિયા અને લાભોની માહિતી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોલમાં યોજાયો હતો, જેમાં ESICના અધિકારીઓ તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ઉદ્યોગકારોને ESIC નોંધણી કરવાની પ્રક્રિયા, ક્લેમ કરવાની પદ્ધતિ, ઓનલાઈન સેવાઓ અને ESIC દ્વારા કર્મચારીઓને મળતા વિવિધ લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.સેમિનાર દરમિયાન ઉદ્યોગકારોએ ESIC સંબંધિત પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી, જેને ESIC અધિકારીઓએ સરળ ભાષામાં સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.સદર સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગમંડળના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.