અંકલેશ્વર: કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા સેવાકાર્ય, મુંબઈથી આશાપુરા જતા ભક્તો માટે સેવાકેમ્પનો પ્રારંભ

અંકલેશ્વરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા મુંબઈથી કરછના આશાપુરા માતાના મંદિરે જતા સાયકલ યાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે

New Update
  • અંકલેશ્વરમાં સેવા કેમ્પ શરૂ કરાયો

  • કરછી ભાનુશાળી સમાજ દ્વારા પ્રારંભ

  • ભક્તો માટે કેમ્પનો પ્રારંભ કરાયો

  • મુંબઈથી આશાપુરા જઇ રહ્યા છે ભક્તો

  • જમવા-આરામ કરવાની સુવિધા ઉભી કરાય 

અંકલેશ્વરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા મુંબઈથી કરછના આશાપુરા માતાના મંદિરે જતા સાયકલ યાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે
અંકલેશ્વરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા દર વર્ષે જેમ, આ વર્ષે પણ મુંબઈથી કચ્છના માં મઢવાડી આશાપુરા માતાના દર્શનાર્થે જતાં માઈ ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.આ સેવા કેમ્પમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા, સાઇકલ સર્વિસ, તેમજ આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી સતત ચલાવવામાં આવે છે અને હજારો માઈ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે.કેમ્પનું આયોજન સમાજના યુવાનો દ્વારા પોતાના ખર્ચે કરવામાં આવે છે અને આ સેવા 24 કલાક ભક્તો માટે ચાલુ રહે છે.આ વખતે મુંબઈથી લગભગ 2000 જેટલા યુવાનો સાઇકલ પર સવાર થઈને 1100 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરી માં મઢવાડી આશાપુરા માતાના દર્શનાર્થે નીકળ્યા છે તેઓને સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે
Latest Stories