ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી ગણપતિ ચેરીટેબલ-ટ્રસ્ટ દ્વારા RSPL કંપનીના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ મંડળમાં અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા, ત્યારબાદ આ ગણેશ સમિતિએ કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટના નામથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટના શુભારંભ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના સભ્યોએ વૃક્ષારોપણ કરી શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક કાર્યસ્થ સહિત મોટી સંખ્યા માં ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, પાનોલીમાં આવેલ RSPL કંપનીએ વૃક્ષ-રોપા માટે પાંજરાઓ આપી શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટને સહભાગી બન્યા હતા.