અંકલેશ્વર: GIDCની સાંઈ પ્રતીક રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી રૂ.1.29 લાખના સામાનની ચોરી

તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 30 હજાર મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
  • અંકલેશ્વરમાં ફરીવાર તસ્કરો ત્રાટકયા

  • જીઆઇડીસીની પ્રતિક રેસી.માં ચોરી

  • બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રૂ.1.29 લાખના સામાનની ચોરી

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન પોઇન્ટ સ્થિત સાંઈ પ્રતીક રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
મૂળ મહેસાણા અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન પોઇન્ટ સ્થિત સાંઈ પ્રતીક રેસિડેન્સીમાં રહેતા તીર્થ અનિલકુમાર પટેલ તેઓની પત્ની સાથે નોકરી પર ગયા હતા.જ્યારે તેઓની માતા ઘરનું તાળું મારી તેઓના સંબંધીનાં ઘરે ગયા હતા તે દરમિયાન ગતરોજ તસ્કરો ત્રાટકયા હતા.
તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 30 હજાર મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories