New Update
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
નર્મદા નદીમાં બોટ મારફતે થતી હતી હેરાફેરી
વિદેશી દારૂની કરવામાં આવી હતી હેરાફેરી
રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
એક આરોપીની ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના અંકલેશ્વર છેડા તરફ વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાતમી વાલી બોટ આવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી રૂપિયા 2.86 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે બોટમાંથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ મામલામાં અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વિદેશી દારૂ, બોટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories