અંકલેશ્વર: SOGએ નોબલ માર્કેટ નજીકથી પાઇપના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ  એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.

New Update
  • ભરૂચ એસ.ઓ.જી.ની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં કાર્યવાહી હાથ ધરાય

  • શંકાસ્પદ પાઈપનો જથ્થો ઝડપાયો

  • રૂ.6.60 લાખનો મુદ્દામાલ જપ્ત

  • બે આરોપીની ધરપકડ

ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસેથી શંકાસ્પદ એસ.એસ.ની પાઇપોના જથ્થા સાથે બે ઇસમોને રૂ. ૬.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરી અને પી.આઈ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પીકઅપ ગાડીમાં શંકાસ્પદ એસ.એસ.ની પાઇપો ભરી વાલીયા ચોકડી તરફથી જથ્થો નોબલ માર્કેટમાં આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ  એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.
પોલીસે પીકઅપ ગાડીમાં સવાર બે ઈસમોને એસ.એસ.ની પાઇપો અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે શંકાસ્પદ જથ્થો અને ગાડી મળી કુલ ૬.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી અંસાર માર્કેટની મદીના મસ્જીદ પાસે રહેતો રીઝવાન બકરીદી ખાન અને ઇસ્લામ અબ્દુલક્યુમ ખાનની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.