New Update
/connect-gujarat/media/media_files/2026/02/20/gnjnra-2026-02-20-15-13-09.jpg)
ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરમાંથી ગત નવેમ્બર માસ દરમ્યાન હાયબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન બે આરોપીની ધરપકડ કરી રૂ.૨.૭૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં ફરાર રહેલો એક આરોપીને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક ભરૂચ એસઓજી પોલીસ ની ટીમે એક્ટીવા પર ગાંજાનું વેચાણ થતું હોવાની મળેલી માહિતી ના આધારે ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન આકાશ યાદવ નામના યુવકને અટકાવી તેની તલાશી લેવામાં આવતા હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો પોલીસે 2 લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ શરુ કરી હતી .આ ગુનામાં સંડોવાયેલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વધુ એક ફરાર વંશ શીતકુમાર ઉદ્દાશીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે
Latest Stories