અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ  સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે સંસ્કારદીપ વિદ્યાલય

  • વિદ્યાર્થીઓએ લીધો ખેલ મહાકુંભમાં ભાગ

  • વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

  • વિદ્યાર્થીઓએ કર્યો ઉત્કૃષ્ટ દેખાવ

  • શાળા પરિવારે આપ્યા અભિનંદન

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ  સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. અંડર-14 વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાઈઓની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી  સિદ્ધિ નોંધાવી હતી. તેમજ અંડર-17 બહેનોની વોલીબોલ સ્પર્ધામાં ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કરીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી.આ ઉપરાંત ચેસ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ટેકવેન્ડો સહિતની એથ્લેટિક રમતોમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સંસ્કારદીપ વિદ્યાલયના શાળા પરિવારે  અભિનંદન પાઠવી તેમની ભાવિ સફળતાઓ માટે શુભેરછા વ્યક્ત કરી હતી.
Latest Stories