New Update
અંકલેશ્વરમાં આવેલી છે સંસ્કારદીપ વિદ્યાલય
શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા
નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અંકલેશ્વરના સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે દર વર્ષે વિવિધ બ્રાહ્ય પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા નેશનલ મેથ્સ ઓલમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ-૫થી ૯ના ૩૦૮ જેટલા બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ પરીક્ષામાં સંસ્કારદીપ વિદ્યાલયના બાળકો ભરૂચ જિલ્લામાં પ્રથમ, ગુજરાત રાજ્યમાં દ્વિતીય અને રાષ્ટ્રીય કક્ષાએ 11મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.જે બદલ શાળાના આચાર્ય સહીત શાળાના શિક્ષકો વિદ્યાબેન,આશાબેન પટેલ અને પૂજાબેને અભિનંદન પાઠવ્યા હતા.
Latest Stories