New Update
અંકલેશ્વરની SVEM સ્કૂલ દ્વારા આયોજન
માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન
શાળાના વાર્ષિકોત્સવની કરાય ઉજવણી
બાળકોએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
શાળા પરિવાર અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કુલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કુલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કલરવ કુંજોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર,અંકલેશ્વર નગર પાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા તેમજ શાળાના પ્રમુખ ભુપેન્દ્ર શાહ,મંત્રી ડો.મહેન્દ્ર પંચાલ અને સુપર વાઈઝર મીતા રીંડાણી સહીત આચાર્ય મીલેન્દ્રસિંહ કેસરોલા,વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.