New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
તાલુકાકક્ષાનો કલામહાકુંભ યોજાયો
શારદાભવન ટાઉન હોલ ખાતે આયોજન
વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો શારદા ભવન ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ગીત,સંગીત સહિતની સ્પર્ધામાં સ્પધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને સ્વામી વિવેકાનંદ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અંકલેશ્વરના સંયુકત ઉપક્રમે અંકલેશ્વરના શારદા ભવન ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ-2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ કલા મહાકુંભમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી,પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ,જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભ રાણા તેમજ આમંત્રિતો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories