-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
-
કલેકટર ગૌરાંગ મકવાણા રહ્યા ઉપસ્થિત
-
16 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા
-
રાજ્ય-જિલ્લા કક્ષા બાદ હવે તાલુકાકક્ષાએ સ્વાગત કાર્યક્રમનું આયોજન
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લાકક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકાકક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં કલેકટર ગૌરાંગ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જમીન, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને નગરપાલિકાને લગતા 16 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યો હતો જે પૈકી મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે