New Update
-
રાજ્ય સરકારનો પ્રજાલક્ષી કાર્યક્રમ
-
અંકલેશ્વર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ યોજાશે
-
ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન
-
10 જાન્યુઆરી સુધી ફરિયાદ અરજી કરી શકાશે
-
22 જાન્યુઆરીના રોજ યોજાશે કાર્યક્રમ
અંકલેશ્વર ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તારીખ 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ અરજી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લાકક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે લોકોએ ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા માટે સૂચન કર્યું હતું ત્યારે આગામી તા. 22/1/2025ને બુધવારે અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.અંકલેશ્વર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નાયબ કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ યોજાશે આ માટે તા.1/1/2025 થી તા.10/1/2025 દરમ્યાન સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ અરજી કરવાની રહેશે. તંત્રને મળેલી ફરિયાદોન્ક હકારાત્મક રીતે નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે સરકારના આ પ્રજાલક્ષી કાર્યક્રમનો લાભ લેવા અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂત દ્વારા અનુરોધ કરાયો છે.
Latest Stories