અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે  NH 48 પર ટેન્કરમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • અંકલેશ્વર નજીક આગનો વધુ એક બનાવ

  • NH 48 પર ટેન્કરમાં આગ ફાટી નિકળી

  • ટેન્કરની કેબિનમાં આગ

  • ટેન્કર ચાલકનો આબાદ બચાવ

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

Advertisment
અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વરમાં કાળજાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલપ્લાઝા નજીકથી પસાર થઈ રહેલ એક ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ટેન્કરની કેબિનમાં આગ ફાટી નિકળતા  ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટેન્કર દહેજ ઔદ્યોગિક વસાહતમાં જઈ રહ્યું હતું તે દરમિયાન આગની ઘટના બની હતી જોકે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો
Advertisment
Latest Stories