New Update
અંકલેશ્વરમાં સામે આવ્યો બનાવ
ટ્રિપલ તલાકનો બનાવ સામે આવ્યો
શિક્ષક પતિએ પત્નીને આપ્યા તલાક
માર મારવાની આપી ધમકી
એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં રહેતી મુસ્લિમ પરણીતાને શિક્ષક પતિએ ત્રણ તલાક આપી માર મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં રહેતી પીડિતાના લગ્ન મુસ્લિમ રીતિરિવાજ મુજબ ઓલપાડની બાગે મદીનામાં રહેતા ઈરફાન હુસેન સિકંદન શેખ સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન દંપતીને બે સંતાનોનું સુખ મળ્યું હતું પરંતુ ઓલપાડ ગામના શેરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈરફાન શેખએ પત્ની પર આડા સંબંધ બાબતે ખોટી શંકા રાખી અવાર નવાર ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મુકતા હતા. પતિના માનસિક ત્રાસથી કંટાળેલ મહિલા પિયરમાં આવી હતી. પરણીતાના સંબંધીઓ મહિલાને ફરી સાસરીમાં મૂકવા આવ્યા હતા.જે સમયે પતિએ બધાની વચ્ચે મારે તને રાખવી નથી બોલી ત્રણ વાર તલાક કહી તલાક આપી દીધા હતા અને મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી હતી.માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મહિલાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Latest Stories