ગડખોલ પાટીયાથી માંડવા સુધીનો માર્ગ બિસ્માર
વરસાદ બાદ રસ્તા બન્યા ખખડધજ
માર્ગ પર પડેલા ખાડામાં ખાબકી રહ્યા છે વાહનો
અકસ્માત અને વાહનમાં નુકસાનનો ભય
તંત્ર ત્વરિત રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી માંડવા તરફ જતા માર્ગની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.અને તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની મરામત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં વરસાદ બાદ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય ગયું છે. અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી માંડવા જતા મુખ્ય માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ખાડાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે,સાથે વાહનને નુકસાન થઇ રહ્યું હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે,ઠેર ઠેર ખાડા પડતા ખાડા પૂરવા તેમજ રસ્તાઓ બનાવવાની માંગ લોકો કરી રહ્યા છે.વધુમાં સરકારી તંત્ર પ્રજાને રસ્તા સહિતની સારી સુવિધાઓ પુરી પાડે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.