-
વોર્ડ નં. 9માં ગટર લાઈનના અભાવે સ્થાનિકોને અગવડ
-
પાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યને આપવામાં આવ્યો વેગ
-
ગંગા જમનાથી સુરતી ભાગોળ સુધી બનશે ડ્રેનેજ લાઈન
-
રૂ. 58 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુહૂર્ત કરાયું
-
પાલિકા પ્રમુખ સહિતના સભ્યો અને સ્થાનિકોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 9માં આવેલ ગંગા જમના સોસાયટીથી સુરતી ભાગોળ સુધી રૂ. 58 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈનના કામનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા વર્ષથી અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 9માં આવેલ ગંગા જમના સોસાયટીથી સુરતી ભાગોળ સુધી ગટર લાઈન નહીં હોવાથી સ્થાનિકો અગવડ વેઠી રહ્યા હતા. આ અંગે સ્થનિકોએ પાલિકા કચેરીમાં રજુઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂ. 58 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જે ડ્રેનેજ લાઈનના કામનું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ, પાલિકા સભ્યો સહિત શહેર ભાજપ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.