-
જુના બોરભાઠા બેટની સરકારી પ્રાથમિક શાળામાં આયોજન
-
અલાઇવસ લાઈફ સાયન્સિસ-જનપ્રકૃતિ ફાઉન્ડેશનનો સહયોગ
-
પ્રાથમિક શાળામાં અદ્ધતન સાયન્સ લેબનું કરાયું છે નિર્માણ
-
વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે લેબ તૈયાર કરવામાં આવી
-
વિદ્યાર્થીઓને સંપૂર્ણ સામગ્રી સાથે સરળતાથી માહિતી મળશે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે અલાઇવસ લાઈફ સાયન્સિસ અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે અદ્ધતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં રૂચિ વધે તે હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તે હેતુથી અદ્ધતન લેબને તૈયાર કરવામાં આવી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સાધન સામગ્રી સાથેની સાયન્સ લેબમાં વિજ્ઞાન વિષયને લગતી તમામ માહિતી સરળતાથી મળી રહેશે.
તા. 28મી ફેબ્રુઆરી-2025ના રોજ સાયન્સ ડેની ઉજવણીના ભાગરૂપે સાયન્સ લેબનું મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પા વટાણાવાલા, અલાઇવસ લાઈફ સાયન્સિસ કંપનીના HR પ્લાન્ટ હેડ પ્રવીણ ઠાકર, મેનેજર વિજય વઘાસિયા, જનપ્રકૃતિ ફાઉન્ડેશનના વિરલ પટેલ, નૈતિક પટેલ, જૈમિન પટેલ, જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ, ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.