New Update
-
અંકલેશ્વર ભરૂચના વાતાવરણમાં પલટો
-
ઠંડા પવનો ફૂંકાતા શીતલહેર
-
ઉત્તરભારતમાં હિમવર્ષના પગલે પવનો ફૂંકાયા
-
લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું
-
શહેરીજનોએ ઠંડીનો કર્યો અનુભવ
અંકલેશ્વર અને ભરૂચમાં 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ફુલ ગુલાબી ઠંડીનોઅનુભવ થયો હતો
અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાંફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે ઉત્તર ભારતમાં થઈ રહેલા હિમવર્ષાના પગલે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયુ હતું તો 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા.પવનના કારણે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડા પવનોના કારણે સહીત લહેરનો અનુભવ થયો હતો. આગામી ચાર દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ તરફ બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થયો હતો ત્યારે ફાગણના વાયરા ફુકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.
Latest Stories