અંકલેશ્વર: શહેરી વિસ્તારોમાં ટ્રાફિકજામની વકરી રહેલ સમસ્યા,પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

New Update

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની વકરી રહેલી સમસ્યા

અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

વાહનચાલકો થાય છે પરેશાન

ડીવાયએસપી ડો. કુશલ ઓઝાએ કર્યું નિરીક્ષણ

પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા વિચારણા

અંકલેશ્વર શહેરમાં દિન પ્રતિદિન વકરી રહેલ ટ્રાફિક જામની પરિસ્થિતિનું વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર શહેરમાં ચોમાસાના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. બિસ્માર માર્ગ અને ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન રોડ પર ચૌટાનાકા, ભરૂચીનાકા,ગાયત્રી મંદિર અને મહાવીર ટર્નિંગ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બને એવી આશા સેવાય રહી છે

#Traffic Police Bharuch #ટ્રાફિકજામની સમસ્યા #ટ્રાફિકજામ #અંકલેશ્વર સમાચાર #અંકલેશ્વર પોલીસ #bharuch traffic police #traffic police
Here are a few more articles:
Read the Next Article