અંકલેશ્વર: ભડકોદ્રાની મધુવન સોસાયટીના 2 મકાનોમાં ચોરી, એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ભડકોદ્રાની મધુવન સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રામાં તસ્કરો ત્રાટકયા

  • મધુવન સોસાયટીમાં ચોરી

  • 2 મકાનમાંથી સોનાના ઘરેણા અને રોકડની ચોરી

  • અન્ય એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મધુવન સોસાયટીમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મધુવન સોસાયટીમાં રહેતા જોન્શન ડીશુજા ગતરોજ પોતાનું મકાન બંધ કરી કેવડિયા ખાતે ગયા હતા તે સમયે તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો મકાનમાં પ્રવેશ કરી રોકડા અને સોનાના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી 55 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તો અન્ય મકાનના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો પરંતુ મકાનમાં કઈ હાથ નહીં લાગતા તસ્કરો વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: ભાજપના યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

ભાજપ યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વતંત્રતા પર્વની કરાય આગોતરી ઉજવણી

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • ભાજપના યુવા મોરચા દ્વારા યાત્રા યોજાય

  • મોટી સંખ્યમાં કાર્યકરો-વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા  ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશદાઝની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જે.બી. કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈ કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી.
રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા મોરચના કાર્યકરો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.