અંકલેશ્વર: હાંસોટ રોડ પર આવેલ પાર્શ્વ નગરના એક મકાનમાં ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

તસ્કરોએ સૌ પ્રથમ ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધું હતું અને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.તસ્કરો તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટકયા

  • હાંસોટ રોડના પાર્શ્વ નગરમાં ચોરીનો બનાવ

  • એક મકાનમાંથી સોનાના દાગીના-રોકડ રકમની ચોરી

  • પરિવાર સૂતો હતો એ દરમ્યાન બની ઘટના

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંક્લેશ્વર હાંસોટ રોડ પર આવેલ પાર્શ્વ નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંક્લેશ્વર હાંસોટ રોડ પર આવેલ પાર્શ્વ નગરમાં રહેતા પ્રજ્ઞેશ રાણા પરિવાર સાથે સુતા હતા  દરમિયાન વહેલી સવારના અરસામાં તસ્કરોએ તેમના મકાને નિશાન બનાવ્યું હતું જો કે પ્રજ્ઞેશ રાણાના પત્નિ જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા.
આ પૂર્વે તસ્કરોએ સૌ પ્રથમ ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધું હતું અને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.તસ્કરો તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગે પ્રજ્ઞેશ રાણાએ  શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Latest Stories