New Update
-
અંકલેશ્વરમાં આવેલી છે નાલંદા વિદ્યાલય
-
શાળાના બાળકોએ કર્યો ઉત્કૃષ્ટ દેખાવ
-
રાજયકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા
-
હવે રાષ્ટ્રીય કક્ષના પ્રદર્શનમાં લેશે ભાગ
-
શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા
અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
અંકલેશ્વરના સારંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિમાંશુ રજક, રણજીત સહાની અને અભય ભગતે વલસાડના ધરમપુર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો.તેઓએ સરહદ પર ઘૂસપેઠ રોકવા માટેનું એક ખાસ ડિવાઇસ તૈયાર કર્યું હતું અને તેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.આ પ્રોજેક્ટને જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા યોજાયેલ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં દ્વિતીય ક્રમ મળ્યો હતો.
શાળાના વિજ્ઞાન શિક્ષક કેયુર પ્રજાપતિ અને આચાર્ય જયશ્રી મહાજનના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને બીજો ક્રમ પ્રાપ્ત થતા હવે રાષ્ટ્રીય કક્ષા યોજાનારા બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા તેઓ જશે ત્યારે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે
Latest Stories