અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા નવા વર્ષ ગુડી પડવાની પરંપરાગત રીતે ઉજવણી !

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ધર્મના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે મરાઠી સમાજ દ્વારા પ્રતિ

New Update
  • ચૈત્રીસુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ

  • આજે ઠેર ઠેર ગુડી પડવાની ઉજવણી

  • લોકોએ ઘરની બહાર ગુડી ઊભી કરી પૂજન અર્ચન કર્યું

  • ઘરે ઘરે પુરણપોળી ખાવાની અનોખી પરંપરા

  • ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરાય

Advertisment
ચૈત્ર સુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ, આજે મરાઠી સમાજ દ્વારા ઘરની બહાર ગુડી એટ્લે કે ધ્વજ બાંધીને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ધર્મના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે મરાઠી સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે નૂતન વર્ષની અને વિજયી પર્વની પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા તેઓના નિવાસસ્થાને સવારે મંગલ મુર્હૂતે ગુડી એટ્લે કે ધ્વજ ઉભો કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે.તે.મુજબ આજરોજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્રીયનો દ્વારા ઘરે ઘરે પુરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવીને આ તહેવારની ઉજવણી કરવામા આવી હતી.ભગવાન રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Advertisment
Latest Stories