New Update
અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ
NH 48 પર ભારે ટ્રાફિકજામ
અનેક વાહનચાલકો અટવાયા
વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિકજામ
વારંવાર સર્જાતી પરિસ્થિતિનું નિરાકરણ ક્યારે?
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ત્રણથી ચાર કિલોમીટર સુધી ટ્રાફિકજામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક ફરી એક વાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે.
વહેલી સવારના સમયથી ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો બ્રિજ બોટલ નેક માર્ગ હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.જેના કારણે વાહન ચાલકોના કીમતી સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. છાશવારે સર્જાતી આ પરિસ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે.
Latest Stories