New Update
અંકલેશ્વર આઇ.ટી.આઈ.ખાતે આયોજન
વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો
ઇલેક્ટ્રિક વ્હીકલ અંગેની આપવામાં આવી તાલીમ
160 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
આઈ.ટી.આઈ.નો સ્ટાફ રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વર આઈટીઆઈ ખાતે નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હિકલ અને ઓટો મોબાઈલ ટેક્નોલોજી અંગે 10 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ વર્ગમાં 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દેશની ઓટોમોબાઇલ ક્ષેત્રની નામાંકિત મહિંદ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા અંકલેશ્વર આઈટીઆઈ વચ્ચે તાલીમાર્થીઓને ટ્રેનિંગ બાબતે એમઓયુ થયા છે.જે એમઓયુ મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઇલ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી બાબતે 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આઈટીઆઈમાં ડીઝલ લેબમાં સ્થપાયેલ ટેક કોર્નર મહિંદ્રા રાઇઝ ઝોનમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટ્રેનિંગમાં અંકલેશ્વર આઈટીઆઈના ડીઝલ મિકેનિક ,મોટર મિકેનિક વ્હિકલ અને ઇલેકટ્રીશ્યન ટ્રેડના 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અધિકારી જુનેદ તાઈએ ઇલેક્ટ્રિક વ્હિકલ અને ઓટો મોબાઈલ ટેક્નોલોજી અંગે પ્રેકટીકલ અને થિયરી દ્વારા ટ્રેનિંગ આપી હતી અને આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલીજી અંગે માર્ગદર્શન આપ્યું હતું.આજ રોજ ટ્રેનિંગના અંતિમ દિને ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને મહિન્દ્રા એન્ડ મહિંદ્રા કંપની દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.આ ટ્રેનિંગ બાદ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી પોતે આત્મનિર્ભર બની શકે છે.આ ટ્રેનિંગ દરમ્યાન અંકલેશ્વર આઈટીઆઈ ના આચાર્ય ધનંજય માસ્તર સહીત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories