અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા

New Update
  • આજે તારીખ 5મી જૂન

  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • રેવા અરણ્ય ખાતે યોજાયો કાર્યક્રમ

  • વૃક્ષારોપાણ કરવામાં આવ્યું

  • પ્લાસ્ટિક મુક્તિના શપથ લેવડાવાયા

અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા
આજ રોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના  ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટીક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડી.વી. ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.