અંકલેશ્વર: માર્ગ અકસ્માતના 2 અલગ અલગ બનાવમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા,પોલીસે તપાસ હાથ ધરી

2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક 58 વર્ષીય પ્રકાશચંદ્ર ઠાકોરલાલ મોદી જ્યારે બીજા અકસ્માતમાં 25 વર્ષીય યોગેશકુમાર અનિરુધ્ધ મંડલનું ગંભીર ઇજાના પગલાં મોત નિપજ્યાં છે

New Update
Ankleshwar Accident
Advertisment
ભરૂચના ઝાડેશ્વરની કુમાર શાળા સ્થિત શિવ શક્તિ નગર સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય પ્રકાશચંદ્ર ઠાકોરલાલ મોદી ગતરોજ પોતાની બાઈક લઇ અંકલેશ્વર બરફ લેવા ગયા હતા.જેઓ બરફ લઇ પરત આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વરની વર્ષા હોટલ સામે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રકાશચંદ્ર મોદીને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Advertisment
તો અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય યોગેશકુમાર અનિરુધ્ધ મંડલ ગત તારીખ-૮મી નવેમ્બરની રાતે પદ્માવતી નગરમાં આવેલ શિવજી મંદિર સામેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે યોગેશ મંડલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું ગતરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories