ભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ ધુળીયો બન્યો, વાહનચાલકોને ભારે હાલાકી !

અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

New Update
Advertisment
  • અંકલેશ્વર- વાલિયા રોડની બિસ્માર હાલત

  • મહત્વનો માર્ગ બન્યો ધૂળીયો

  • માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

  • અકસ્માતનો ભય

  • સમારકામ માટે રૂ.50 કરોડનું ટેન્ડર થયું છે મંજુર

Advertisment

અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ભરૂચનો અંકલેશ્વર-વાલિયા માર્ગ ચોમાસાની સીઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે.જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહિ શરૂ કરવામાં આવતા આ માર્ગ પર ઊડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ભારે વાહનો સ્પીડમાં પસાર થતા જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે.માર્ગ પર ધૂળ ઉડતા વિઝીબલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં  મંજુર કરવામાં આવ્યુ છે પરંતુ હજુ સુધી આ કામગીરી ચાલુ ન કરવામાં આવતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Latest Stories