New Update
-
ઉમરવાડા-બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું અયોજન
-
સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી આયોજન
-
VPL પ્રીમિયર લીગ-2025 ફાઇનલ મેચ યોજાય
-
બોબા સ્નેક ઉમરવાડા-નાની નરોલી દીવાન એન્ટ. વચ્ચે ફાઇનલ
-
નાની નરોલી દીવાન એન્ટ. 221 રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વી.પી.એલ. પ્રીમિયર લીગ 2025 ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો જોડાયા હતા.
સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, ત્યારે આ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ 2025ની 5મી સીઝનનું આયોજન ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લીધો હતો. છેલ્લા એક મહિનાથી ચાલતી વી.પી.એલ. સીઝન 5ની ફાઇનલ મેચ બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દીવાન એન્ટરપાઈઝ વચ્ચે રમાઈ હતી. નાની નરોલી દીવાન એન્ટરપાઈઝએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં 220 રન કર્યા હતા. જેમાં સાજીદ જોગીયાતે 51 બોલમાં 120 રન માર્યા હતા. બીજા દાવમાં નાની નરોલી દીવાન એન્ટરપાઈઝ 221 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં નાની નરોલી દીવાન એન્ટરપાઈઝએ 2 વિકેટ ગુમાવીને 225 કરી 20મી ઓવરમાં જીત મેળવી હતી. જેમાં સમદ ધણછોડાએ 55 બોલ માં 103 રન ફટકારતા તેઓને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી. આ પ્રસંગે વી.પી.એલ.ના પ્રમુખ ફહીમ પટેલ, સકીલ મેમણ, ફારૂક યુનિયા, ભાદી સરપંચ જુનેદ વાડિયા, ખરોડ સરપંચ ફેઝલ કાઝી, ઉમરવાડા સરપંચ ઈમતયાઝ માકરોડ ,અફઝલ લેહરી, બસીર અદાત, બાબુ વકીલ સહિત વોહરા સમાજના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories