અંકલેશ્વર: ખેડૂતોની મહેનત પર તરાપ મારતા જંગલી ભૂંડ, ખેતરોને કર્યા ખેદાન મેદાન !

અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવી રહયો છે.

New Update
  • અંકલેશ્વર-હાંસોટ પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ

  • ખેતરોમાં ઉભા પાકને નુકશાન

  • ખેતરો કર્યા ખેદાન-મેદાન

  • મહામુલો પાક કર્યો નષ્ટ

  • ઝાટકા મશીન અને કાંટાળી વાડને પણ આપે છે મ્હાત

Advertisment

અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવી રહયો છે.

ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે.ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભભાવ ન મળવો આ તમામ સમસ્યા તો ઉભી છે ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય. અંકલેશ્વરના બોરભાઠા સજોદ, ધંતુરીયા, નવા તરિયા તો હાંસોટના શેરા સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.
જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અમે શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે.માદા ભૂંડ એક સાથે 8થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમા કાંટાવાળી તાર ફેંસીંગ કરવામાં આવી છે.આ ઉપરાંત  ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતા તેઓના પાકનુ રક્ષણ થઈ શકતુ નથી.
Advertisment
Latest Stories