અંકલેશ્વર : 14 વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર યુવાનની ધરપકડ

ભરૂચના અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચના અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વરમાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી લઈ  લઈ જવાઈ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાને અંકલેશ્વર શહેરમાં આવેલ સંજય નગરમાં રહેતો કલિમ ઉર્ફે સાજીદ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.આ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આઠ દિવસમાં સગીરા અને યુવાનને ચેન્નઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા.પોલીસ દ્વારા સગીરાનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો છે જ્યારે આરોપી કલીમ ઉર્ફે સાજીદની પોક્સો એકટનક વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. 
#Bharuch News #Ankleshwar News #Ankleshwar city #Arrested Accused #આરોપીની કરી ધરપકડ #આરોપી
Here are a few more articles:
Read the Next Article