New Update
અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ
ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવ બન્યો
યુવાન પર અંગત અદાવતે ચપ્પુથી હુમલો
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડાયો
આરોપીની જીઆઇડીસી પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર માથાભારે ઇસમે યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો આ તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના પંચાયત ફળિયામાં રહેતા વીનેશ પટેલ તા.26 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાન વાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઈક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમ્યાન ગામની નવી નગરીમાં રહેતો નીલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વીનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી.
ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories