અંકલેશ્વર GIDC પોલીસ મથકના NDPSના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી સુરતથી ઝડપાયો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથકના NDPSના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.

New Update
ac ndps

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથકના NDPSના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.

ભરૂચ SOG પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલડ્રિન્ક એન્ડ સોપારીના દુકાન આગળ ઉભેલ એક ઇસમને 435 ગ્રામ હાઈ બ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 2 લાખથી વધુનો ગાંજો અને મોપેડ મળી કુલ રૂ. 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે મીરા નગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવ અને વિવેક ચૌહાણ સહિત અગાઉ 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ NDPSના ગુનામાં સંડોવાયેલ સુરત શહેરના નાનપુરાના સુથાર મોહલ્લામાં રહેતા મંથન સંજીવ ચૌહાણને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories