ભરૂચ: પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં 100 બહેનોએ માથે ગરબો મૂકી પરંપરાગત રીતે કરી ઉજવણી

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા ચોથા વર્ષે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા પોલીસ અધિકારી સહિત 100 બહેનોએ માથે ગરબો ધારણ કરી પરંપરાગત ઉજવણી કરી હતી

New Update
  • ભરૂચમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

  • પોલીસ વિભાગ દ્વારા આયોજન

  • હોસ્ટેલ ગ્રાઉન્ડ પર થઈ રહ્યું છે આયોજન

  • મહિલાઓએ કરી પરંપરાગત ઉજવણી

  • માથે ગરબો મૂકી કરાય ઉજવણી

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા ચોથા વર્ષે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા પોલીસ અધિકારી સહિત 100 બહેનોએ માથે ગરબો ધારણ કરી પરંપરાગત ઉજવણી કરી હતી
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ વિશરાતી જતી સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે પી.એસ.આઈ વૈશાલી આહીર તથા શહેરની એનજીઓ સાથે જોડાયેલી મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની આરાધના કરી હતી.આ અવસરે 100 જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.ચોથા દિવસે ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર ગરબાની રમઝટ બોલાવીને નવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી.
Latest Stories