New Update
/connect-gujarat/media/media_files/2025/01/23/NHkxjTmfcttLGy8get7H.jpg)
ભરૂચ 108 આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સને સવારના સમયે ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો જેમાં અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હતો.ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી બાજુ પર મૂકવામાં આવ્યો હતો.
જ્યાં 108ની ટીમે પહોંચી દર્દીને તપાસતા અને પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી જે માટે અમદાવાદ સ્થિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઈન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા હતા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Latest Stories