New Update
ભરૂચમાં ગણેશ વિસર્જન સંપન્ન
કૃત્રિમ કુંડમાં કરાયુ વિસર્જન
3 કૃત્રિમ કુંડમાં 1600 પ્રતિમાઓનું વિસર્જન
વૈજ્ઞાનિક ઢબે કરાશે નિકાલ
બેઇલ કંપનીમાં પી.ઓ.પી.ની મૂર્તિઓનો કરાશે નિકાલ
ભરૂચમાં 3 કૃત્રિમ કુંડમાં શ્રીજીની 1600 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો ભાડભૂત ખાતે આજે સવાર સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી.
ભરૂચમાં ગતરોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મકતમપૂર,જેબી મોદી પાર્ક અને ગાયત્રી મંદિર નજીકના કુંડ એમ ત્રણ કેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જે ત્રણેય કુંડોમાં અનંત ચૌદશના રોજ મકતમપુરના કુંડમાં 292, જેબી મોદી પાર્ક પાસેના કૃત્રિમ કુંડમાં 847 અને ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં 527 મળી કુલ 1666 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ તમામ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.
આ તરફ ભડભૂત ખાતે શ્રીજીની પાંચ ફુટ કરતા ઊંચી પ્રતિમાઓના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં તંત્ર દ્વારા ક્રેઇન સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. ભાડભૂત ખાતે આજે સવાર સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી જેમાં તંત્ર અને સ્થાનિક ગ્રામજનોના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન કરવામાં આવ્યું હતું
Latest Stories