New Update
ભરૂચની કિશોરીની મોટી સિદ્ધિ
નાની વયે બની ટેરોટ કાર્ડ રીડર
17 વર્ષીય ઇશ્વરી શાહે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
પરિવારમાં ખુશીનો માહોલ
ભારતની સૌથી નાની વયની ટેરોટ કાર્ડ રીડર બની
ભરૂચની 17 વર્ષીય કિશોરીએ સૌથી નાની વયે ભારતની ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે
ભરૂચ શહેરની 17 વર્ષની પ્રતિભાશાળી કિશોરી ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બાળપણથી જ ભગવાનમાં શ્રધ્ધા, આધ્યાત્મિકતા , સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ 10માં અભ્યાસ કરતી વખતે જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વનો પ્રવાસ કરવાનો છે. ઈશ્વરીનું માનવું છે કે નવી પેઢી સોશિયલ મીડિયા, મોબાઇલ અને Instagram–Facebookમાં વધુ સમય વિતાવે છે. જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઊર્જા, સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે, તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે.
Latest Stories