ભરૂચ: જંબુસર બસ સ્ટેન્ડ નજીક આંક-ફરકનો જુગાર રમતા 2 જુગારી ઝડપાયા, 1 વોન્ટેડ

જંબુસર બસ સ્ટેશન પાસે આવેલ નુરાની શોપીંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે ઈસમો મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકફરકનો જુગાર રમી રમાડે છે.

New Update
a
Advertisment

 જંબુસર બસ સ્ટેન્ડ નજીક આંક-ફરકનો જુગાર રમતા 2 જુગારી ઝડપાયા

Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ જંબુસર ડીવીઝનમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી, દરમ્યાન બાતમી મળી હતી કે જંબુસર બસ સ્ટેશન પાસે આવેલ નુરાની શોપીંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે ઈસમો મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકફરકનો જુગાર રમી રમાડે છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા બે આરોપી સઈદ  અદાલ અને મહબુબ મલેકની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓના મોબાઈલ ચેક કરતા તેમાં વોટ્સએપમાં આંકડા લખેલ ડાયરીના ફોટા તથા સાંકેતીક અંકોની ચેટ મોકલી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.16,260નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Latest Stories