તારીખ 19 નવેમ્બર
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પેપર આમુદ નજીક કચ્છના પરિવારની કાર રેલિંગ સાથે ભટકાતા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા
તારીખ 18 નવેમ્બર
જંબુસરના મગણાદ ગામ નજીક ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર કાર ભટકાતા ઇકો કારમાં સવાર સાત લોકોના મોત નિજીયા જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી
તારીખ 18 નવેમ્બર
અંકલેશ્વરના પાનોલી નજીક એસટી બસની ટકકરે બાઇક સવાર પતિ પત્ની પૈકી પતિનું ઘટના સ્થળે જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
તારીખ 15 નવેમ્બર
અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર હાંસોટના શેરા ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર ભાવનગરના ત્રણ યુવાનોના મોત નિપજ્યા
તારીખ 15 નવેમ્બર
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું
તારીખ 13 નવેમ્બર
અંકલેશ્વરના કોસમડી ગામ નજીક રસ્તે રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા બાઈક સવારનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત નિપજ્યું હતું
તારીખ 10 નવેમ્બર
અંકલેશ્વર નજીક નેશન હાઇવે નંબર 48 પર અકસ્માતના બે બનાવમાં બે લોકોના મોત નિપજ્યા હતા.વર્ષા હોટલ નજીક અજાણ્યા વાહનની અડફેટે એક યુવાન તો પદ્માવતી નગર નજીક પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું
તારીખ 7 નવેમ્બર
અંકલેશ્વર નજીક હાઇવે પર ઓસ્કાર હોટલ પાસે અજાણ્ય વાહનની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત નિપજ્યુ હતુ
તારીખ 2 નવેમ્બર
અંકલેશ્વર હાંસોટ રોડ પર પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાતા વડોદરાના પરિવારને અકસ્માત નડ્યો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 2 લોકોને ઈજા પહોંચતી હતી
તારીખ 2 નવેમ્બર
અંકલેશ્વર નજીક હાઇવે પર સાળંગપુર પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે સાયકલ સવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું આમ ભરૂચ જિલ્લામાં માત્ર 20 જ દિવસમાં માર્ગ અકસ્માતના કુલ 11 બનાવમાં 21 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.પહેલાની સરખામણીમાં રસ્તાઓ સુધર્યા, વાહનોમાં સેફટી ફીચર્સ ઉમેરાયા,ડિજિટિલાઇઝેશન થયું છતાં માર્ગ અકસ્માતો ઘટયા નથી.માર્ગ અકસ્માતો થવા પાછળ રાત્રી પ્રવાસ દરમ્યાન આવતી ઉંઘ, નશો, બેફામ ઝડપ, વાહનની યાંત્રિક ખામી જવાબદાર હોય શકે. જયારે રસ્તા પરના ખાડા, ડાયવર્ઝન, અધૂરા કામો, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક નિયમન માટે અપૂરતુ પોલીસ દળ પણ એટલું જ જવાબદાર છે ત્યારે સાવધાની રાખી વાહન હંકારીએ કારણ કે ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે.....