ભરૂચ: પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની 25 ટીમ તૈનાત કરાય,મેડિકલ કેમ્પનું પણ આયોજન

પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

New Update
Bharuch HEalth Department
ભરૂચ જિલ્લામાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે સતત લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાઈ રહી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૫ જેટલી ટીમ અને આશ્રય સ્થાનોમાં ૧૧ જેટલી ટીમ આરોગ્યને લગતી કામગીરી કરી રહી છે.જેમાં ગજેરાના વહેલમ ગામમાં ભરાયેલ પાણી વિસ્તારમાં સર્વેલન્સ અને કલોરીન ટેબલેટ વિતરણ તેમજ આશ્રય સ્થાનો પર મેડીકલ કેમ્મ થકી કાળજી લેવાઈ રહી છે.
તે સાથે જિલ્લામાં આશા વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સર્વેલન્સ તથા પોરાનાશકની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનું જિલ્લા કક્ષાએથી સઘન સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Latest Stories