-
શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે કરાયું આયોજન
-
એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો
-
વિદ્યાર્થીઓને બસના પાસ કઢાવવામાં નહીં પડે અગવડતા
-
એસટી. બસ ડેપો ખાતે 3 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા
-
ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર પર પ્રદર્શિત કરવામાં આવ્યું
ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને એસટી. બસના પાસ કઢાવવામાં અગવડતા ન પડે તે માટે એસટી. બસ ડેપો ખાતે 3 જેટલા કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
હાલ દિવાળી વેકેશન પૂર્ણ થતા જ શાળાનું નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થયું છે. તેવામાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને એસટી. બસના પાસ કઢાવવામાં અગવડતા ન પડે તે માટે ભરૂચ એસટી. વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે પાસ કઢાવવા માટે અલાયદું કાઉન્ટર કાર્યરત હોય છે, જ્યારે હાલ પાસ કઢાવવા માટે 3 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને સહેલાઈથી અને ઝડપી પાસ મળી રહેતા લાંબી કતારોમાં ઉભા રેહવું ન પડે.
આ સાથે જ એસટી. બસ ડેપો ખાતે લોકોની વધુ ભીડ ન જામે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને પાસ કઢાવાવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે હાલ ઇ-પાસ સિસ્ટમ કાર્યરત હોય, જેથી તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થી દ્વારા શાળામાંથી પોતાનો CTS નંબર ફરજિયાતપણે મેળવી લેવાનો રહેશે. આમ આગામી દિવસોમાં એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેના આયોજન અંગે ડેપો મેનેજર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.