New Update
-
ભરૂચમાં તસ્કરોનો તરખાટ
-
ચાવજની રાધે રેસિડેન્સીમાં ચોરીનો બનાવ
-
3 મકાનના ટાળા તૂટયા
-
સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી
-
સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના યાવજ ગામની રાધે રેસીડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારી નોકરી ઉપર નાઈટ શિફ્ટમાં ગયા હતા તે દરમિયાન રાતે તરસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના ઘરેણાં મળી અંદાજીત દોઢથી બે લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે તસ્કરો અન્ય બે મકાનોને નિશાન બનાવ્યા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
Latest Stories