New Update
-
ભરૂચના શુકલતીર્થ ખાતે બની ગોઝારી ઘટના
-
શુક્લતીર્થની જાત્રામાં નર્મદા નદીમાં ન્હાવા જતા ત્રણ ડૂબ્યા
-
પિતા પુત્ર સહિત ત્રણના નદીમાં ડૂબી જવાથી મોત
-
બે વ્યક્તિઓના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા
-
નદીમાં લાપતા બનેલા એક વ્યક્તિની શોધખોળ ચાલુ
ભરૂચના તીર્થધામ શુકલતીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો નર્મદા નદીમાં ન્હાવા જતા ડૂબ્યા હતા,જેમાં બે નાં મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.
ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં ન્હાવા જતા પિતા પુત્ર અને અન્ય યુવાન નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબ્યા હતા.જે પૈકી 11 વર્ષીય દિશાંત જ્યેન્દ્ર મિસ્ત્રીનું સહિત બે લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ હાલ ચાલી રહી છે.મોટી સંખ્યામાં શુકલતીર્થનાં મેળામાં મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહાલવા ઉમટી પડતા હોય છે. શુકલતીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા.આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જ્યેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો છે. જ્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 45 તેમજ બિનિત વસંતભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 17ના ઓ નદીના ઉંડા પાણીમાં લાપતા બન્યા હતા.અને વધુ એક મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો,જ્યારે અન્ય એક લાપતા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે,સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓ દ્વારા નદીમાં લાપતા બનેલા મૃતદેહ શોધવાની કવાયત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે, કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો, ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે, કે નર્મદા નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન થી નદીના પટમાં ઉંડા ખાડાઓ પડી ગયેલ હોય જે પરિણામે ઘટના બની હોવાનું પંથકના જાગૃત નાગરિકોમાં ફરિયાદ ઉઠવા પામી છે.

Latest Stories