New Update
ભરૂચના કેલોદ ગામ નજીક સર્જાયો અકસ્માત
કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
બાઈક સવાર 3 યુવાનોને ઇજા
સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી
ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક ગતરોજ મોડી રાત્રીએ અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતના બનાવમાં કારચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ત્રણ યુવાનો માર્ગ પર પટકાયા હતા જેમાં ત્રણેય યુવાનોને ગંભીર પહોંચી હતી.આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતીમ108 એમ્બ્યુલન્સની ટીમે ત્રણેય યુવાનોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે
Latest Stories