ગુજકેટપરીક્ષાને પાર પાડવા માટે તંત્ર સજ્જ
જિલ્લા 18 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા
3405 વિદ્યાર્થીઓઆપશે પરીક્ષા
પરીક્ષા સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધી યોજાશે
પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી કરાયા સજ્જ
ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે,173 બ્લોકમાં યોજાનાર એક્ઝામ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે.
ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ની બોર્ડ પરીક્ષા બાદ ગુજકેટના પરીક્ષાના સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે તંત્રની તૈયારી અને ગુજકેટની પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 18 સ્થળો પર 3405 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં 1611 ગુજરાતી માધ્યમ, 1762 અંગ્રેજી માધ્યમ, 32- હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
23મી માર્ચે યોજાનારી આ પરીક્ષાનો સમય સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધીનો રહેશે.જેમાં સવારે ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન,ગણિતની પરીક્ષા લેવામાં આવશે.તમામ કેન્દ્ર સીસીટીવી થી સજ્જ છે,તેમજ વીજ,એસ.ટી, આરોગ્ય અને પોલીસ વિભાગને પણ વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ ન પડે તે માટેની જરૂરી સૂચના આપી દેવામાં આવી છે.પરીક્ષા કેન્દ્ર પર સવારના નવ કલાકે વિદ્યાર્થીઓને પહોંચી જવા માટે પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને એક પછી એક બે પેપર હોય તો પરીક્ષા કેન્દ્ર બહાર નહી બોલાવવા પણ વાલીઓને અપીલ કરવામાં આવી છે.