ભરૂચ: જિલ્લામાં ધોરણ 10 અને 12ના 36,494 વિધાર્થીઓ 48 કેન્દ્રો ખાતે બોર્ડની પરીક્ષા આપશે

ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજજ બન્યું છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં યોજાશે બોર્ડની પરીક્ષાઓ

  • ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા યોજાશે

  • શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી પૂર્ણ

  • તમામ કેન્દ્રના સંચાલકોને જરૂરી સૂચના આપી

  • રીક્ષા એસો.ની પણ મહત્વની જાહેરાત

ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજજ બન્યું છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10  અને 12 ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે બોર્ડ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે  ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડીંગ અને 788 બ્લોકમાં 23640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડીંગના 325 બ્લોકમાં 9750 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડીંગ 169 બ્લોકમાં 3380 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.આ માટે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મિટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની, એસ.ટી.વિભાગ અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગોને પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને અગવડતા ન પડે એ માટે વિશેષ ધ્યાન રાખવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે
આ તરફ ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન આકસ્મિક પરિસ્થિતિમાં વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની જાહેરાત જય ભારત એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ દ્વારા કરવામાં આવી છે.
Latest Stories